બેરોજગારી વીમો

Credit: Mikhail Nilov

બેરોજગારી વીમો એટલે શું? નોકરીની શોધ દરમિયાન મળતો રોકડ લાભ

  • બેરોજગારી વીમો (Unemployment Insurance – UI) New Jersey શ્રમ વિભાગ અને કાર્યદળ વિકાસ કાર્યક્રમ (New Jersey Department of Labor and Workforce Development program) છે જે નોકરી ગુમાવનારા લોકો અથવા જેમના કામના કલાકો તેમના પોતાના વાંક વગર ઘટાડી દેવામાં આવ્યા હોય તેવા લોકોને આર્થિક સહાય આપે છે
  • જે લોકો પાત્રતાની જરૂરિયાતો પૂરી કરતા હોય તેઓ એક વર્ષના સમયગાળા દરમિયાન 26 અઠવાડિયા સુધી લાભ મેળવી શકે છે. ખૂબ વધુ બેરોજગારીના સમયમાં, અન્ય વિસ્તરીત લાભના કાર્યક્રમો ઉપલબ્ધ હોઈ શકે છે
  • તમારા સરેરાશ સાપ્તાહિક વેતનના 60%, અઠવાડિયા દીઠ મહત્તમ $905 સુધી મેળવો
  • લાભો મેળવવા માટે માન્ય સામાજિક સુરક્ષા નંબર જરૂરી છે.

પાત્રતા માટેની મૂળભૂત જરૂરિયાતો:

  • તમે છેલ્લા 18 મહિનામાં NJમાં કામ કર્યું હોય
  • તમે કામ માટે સમર્થ અને ઉપલબ્ધ હોવ
  • તમે સક્રીયપણે કામ શોધી રહ્યા હોવ

તમારી કમાણી અને તમારા નોકરીદાતાથી તમે કેવી રીતે છૂટા પડ્યા તે બાબતો પણ મહત્ત્વની છે. New Jersey શ્રમ અને કાર્યદળ વિકાસ વિભાગ (New Jersey Department of Labor and Workforce Development) દ્વારા પાત્રતા માટે દરેક અરજીની સમીક્ષા કરવામાં આવશે.

જો તમે તમારો અસ્થાયી સુરક્ષા દરજ્જો (Temporary Protect Status – TPS) સમાપ્ત થવાને કારણે તમારી નોકરી ગુમાવી દીધી હોય, તો બેરોજગારી લાભો મેળવવા માટે તમારે બંને બતાવવું પડશે કે:

  • તમારા દાવા માટે તમે જે વેતનનો ઉપયોગ કરી રહ્યા છો તે યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા માટે તમે અધિકૃત હતા ત્યારે કમાયેલા હતા
    અને
  • તમે નવો, વર્તમાન ઇમિગ્રેશન દરજ્જો ધરાવો છો જે તમને યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવાની મંજૂરી આપે છે.

વધુ જાણો અને અરજી કરો

  • myunemployment.nj.gov પર ઑનલાઇન
  • (732) 761-2020 પર કૉલ કરો અને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓ માટે, એજન્ટ સાથે વાત કરવાનો વિકલ્પ પસંદ કરો અને દુભાષિયાની વિનંતી કરો.
  • તમારા નજીકના વનસ્ટોપ કૅરિયર સેન્ટરમાં રૂબરૂ મદદ મેળવવા માટે, એપોઇન્ટમેન્ટ લેવા માટે અહીં ક્લિક કરો 

તમે અરજી કરો તે પછી:

  • કોઈ સલામત જગ્યાએ તમારો પાસવર્ડ સાચવી રાખો
  • તમે તમારું એકાઉન્ટ બનાવવા માટે જે ઇમેઇલનો ઉપયોગ કર્યો હતો તે ઇમેઇલથી તમારી ઓળખની ચકાસણી કરો
  • દર અઠવાડિયે લાભો માટે પ્રમાણિત કરોતમે ફાઇલ કરો તે પછી સૂચનાઓ જુઓ
  • તમામ ઇમેઇલ પ્રશ્નાવલિઓનો તાત્કાલિક જવાબ આપો

જો તમને કોઈ પ્રશ્નો હોય અથવા મદદ જોઈએ, તો 973-298-0925 પર ટેક્સ્ટ કરીને AAPI New Jerseyનો સંપર્ક કરો.

TRANSLATIONS
AAPI New Jersey volunteers
You've been redirected here from aapimontclair.org

AAPI Montclair is now AAPI New Jersey

In 2023, we formally changed our name to AAPI New Jersey to reflect the statewide priorities and activities that this group of committed community members and advocates now supports. 

We continue to host events and programs in Montclair and invite you to explore this site to learn more about the diverse resources and opportunities we offer.

Sign up for our newsletter for the latest updates!