મેળવેલી બીમારીની રજા

People walking down a paved path
Credit: Melissa Vecchiarelli

શું તમે જાણો છો?

  • કામદારોને કામ કરેલા પ્રત્યેક 30 કલાક બદલ 1 કલાકની બીમારીની રજા મળે છે, જે દર વર્ષે 40 કલાક સુધીની હોય છે. 
  • તમે મેળવેલી બીમારીની રજાનો ઉપયોગ કરવા બદલ તમને સજા કરવી અથવા તમારી શિફ્ટ માટે રિપ્લેસમેન્ટ શોધવાનું કામ તમારી પાસે કરાવવું એ તમારા નોકરીદાતા માટે કાયદા વિરુદ્ધનું કૃત્ય છે. 
  • સતત 2 દિવસથી વધુ સમય સુધી રજા લેવા સિવાયના કિસ્સામાં તમારા નોકરીદાતા દસ્તાવેજો માંગી શકશે નહીં. 
  • ન્યૂ જર્સીમાં બધા નોકરીદાતાઓએ મેળવેલી બીમારીની રજા આપવી આવશ્યક છે, પછી ભલે તેમનું કદ ગમે તે હોય.

શું તમે જાણો છો? – માતાપિતા અને વાલીઓ
કાયદા હેઠળ, તમે તમારી મેળવેલી બીમારીની રજાનો ઉપયોગ આના માટે કરી શકો છો  

  • તમારા બાળકના શારીરિક/માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવી અથવા ડૉક્ટરની તપાસ જેવી સુખાકારીની સંભાળ રાખવી 
  • તમારા બાળકની શાળામાં જરૂરી મીટિંગમાં હાજરી આપવી  
  • જો જાહેર આરોગ્ય સંકટ (COVID-19 સહિત)ને કારણે તમારા બાળકની શાળા અથવા બાળ સંભાળ સુવિધા બંધ થાય તો તેમની સંભાળ રાખવી

બદલો લેવો

  • તમે મેળવેલી બીમારીની રજાની વિનંતી કરવા અથવા તેનો ઉપયોગ કરવા અથવા NJDOLમાં ફરિયાદ નોંધાવવા બદલ તમારા નોકરીદાતા તમારી સામે બદલો લઈ શકશે નહીં
  • બદલો લેવામાં કાયદા હેઠળ બાંયધરીકૃત કોઈપણ અધિકારનો ઉપયોગ કરવા બદલ અથવા ઉપયોગ કરવાનો પ્રયાસ કરવા બદલ ધમકી આપવી, શિસ્ત, છૂટા કરવા, પદભ્રષ્ટત કરવા, સસ્પેન્ડ કરવા અથવા કલાકોમાં ઘટાડો કરવો અથવા તમારી સામે કોઈપણ અન્ય પ્રતિકૂળ કાર્યવાહી કરવા જેવા કૃત્યોનો સમાવેશ થાય છે

mysickdays.nj.gov પર જાઓ અથવા 973-298-0925 પર ટેક્સ્ટ કરો

TRANSLATIONS
AAPI New Jersey volunteers
You've been redirected here from aapimontclair.org

AAPI Montclair is now AAPI New Jersey

In 2023, we formally changed our name to AAPI New Jersey to reflect the statewide priorities and activities that this group of committed community members and advocates now supports. 

We continue to host events and programs in Montclair and invite you to explore this site to learn more about the diverse resources and opportunities we offer.

Sign up for our newsletter for the latest updates!