શું હું ઘરેલું કામદાર છું?
જો તમે ખાનગી ઘરોને બાળ સંભાળ, ઘરની સફાઈ, બાગકામ, વૃદ્ધો અથવા અપંગ વ્યક્તિઓની સંભાળ, રસોઈ અને તેનાં જેવાં અન્ય કાર્યો સામેલ હોય તેવી સેવાઓ પૂરી પાડતા હોવ, તો તમને ઘરેલું કામદાર માનવામાં આવે છે.
તમે સલામત અને નિષ્પક્ષ કાર્યસ્થળને લાયક છો!
New Jersey ઘરેલું કામદારોના અધિકારોનું વિધેયક, ભલે તમારો ઇમિગ્રેશનનો દરજ્જો કે તમને પગારની ચુકવણી કરવાની રીત કંઈપણ હોય.તેને ધ્યાનમાં લીધા વગર કાર્યસ્થળે સુરક્ષાઓ પૂરી પાડે છે. તમે તમારા કામના અધિકારોનો ઉપયોગ કરો તે બદલ તમારા નોકરીદાતા તમારી સામે બદલો લઈ શકતા નથી. જો તેઓ આવું કરે, તો તેમની સામે કડક દંડાત્મક પગલાં લેવાઈ શકે છે.
ઇમિગ્રન્ટ રક્ષણો
New Jersey શ્રમ વિભાગ (New Jersey Department of Labor – NJDOL) ઇમિગ્રેશન અથવા નાગરિકતાના દરજ્જા વિશે પૂછતો નથી. NJDOL એ રાજ્યનો એક વિભાગ છે, જે ફેડરલ સરકારથી અલગ છે અને તપાસમાંથી કોઈપણ માહિતીને કોઈપણ ફેડરલ ઇમિગ્રેશન એજન્સી સાથે શેર કરશે નહીં, સિવાય કે તે કાયદેસર રીતે જરૂરી હોય. ચોક્કસ રોકડ લાભો માટે અરજી કરવા માટે તમારે સામાજિક સુરક્ષા નંબરની જરૂર પડે છે.
તમારા અધિકારો અને રક્ષણો
વધુ જાણો અથવા ફરિયાદ દાખલ કરો:જો તમને કોઈ પ્રશ્નો હોય અથવા તમારા અધિકારો સમજવામાં મદદ જોઈએ, તો 973-298-0925 પર ટેક્સ્ટ કરીને AAPI New Jerseyનો સંપર્ક કરો.
In 2023, we formally changed our name to AAPI New Jersey to reflect the statewide priorities and activities that this group of committed community members and advocates now supports.
We continue to host events and programs in Montclair and invite you to explore this site to learn more about the diverse resources and opportunities we offer.
Sign up for our newsletter for the latest updates!